ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ બેઠકમાં બારકોડેડ રેશનકાર્ડ અંગે થઈ રહેલ કામગીરીની વિગતે ચર્ચા કરવામાં આવી હતી, અને વ્યાજબી ભાવની ખોલવામાં આવેલ નવી દુકાનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત અન્ન સલામતી જથ્થા મુદ્દે થયેલ કેસો, ગ્રાહક સુરક્ષાના કસોની પણ આ બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. સાથોસાથ ગ્રાહક સુરક્ષાના પ્રશ્નો અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી બીબી કરમટા, ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારી, સમિતિના સભ્ય રાજેશભાઈ ગોંદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.