12 લાખથી વધુ પરિક્રમાર્થી માટે ખાસ આયોજન
પ્રથમ વખત NDRF ટીમની માંગ કરાશે: સફાઈ સાથે પ્લાસ્ટિક પર પ્રતિબંધને પ્રાધાન્ય અપાશે- કલેકટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની અતિ કઠિન લીલી પરિક્રમા 36 કિમિ પગપાળા ચાલીને કરવામાં આવેછે પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ અગિયારસ તા.23 થવા જય રહ્યો છે જેના ભાગરૂપે આજે કલેકટર અનીલકુમાર રાણાવાસીયાના અધ્યક્ષતામાં સાધુ સંતો તથા મનપા તંત્ર,પોલીસ તંત્ર,વન વિભાગ સહીતના વિભાગોના અધિકારી સાથે બેઠક યોજાય હતી.પ્રતિ વર્ષ ગિરનારની લીલી પરિક્રમામાં 12 લાખ જેટલા પરિક્રમાર્થીઓ જોડાય છે ત્યારે પરિક્રમા કરવા આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ખાસ પ્રથમ વખત જિલ્લા કલેકટર દ્વારા સરકાર પાસે એનડીઆરએફ ટિમની માંગ કરાઈ છે તેની સાથે વધતા હાર્ટ એટેકના બનાવ સંદર્ભે સીપીઆર તાલીમને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ પરિક્રમા રૂટ પર સફાઈ ઝુંબેશ સાથે જંગલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તેમજ દૂર દૂર થી આવતા ભાવિકો માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ પીવાના પાણી મુદ્દે ખાસ કાળજી રાખવામાં આવશે તેવા અનેક મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
નિયત સમયે ગિરનાર લીલી પરિક્રમા શરૂ કરીને મહાત્મ્ય જાળવીએ: તંત્રની અપીલ
ગિરનાર લીલી પરિક્રમા તા.23-11 થી તા.27-11 દરમિયાન યોજનાર છે. ઘણાં ભાવિકો નિયત સમય પહેલા પરિક્રમા શરૂ કરતા હોય છે. આ સમયે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. વહેલી પરિક્રમા દરમિયાન કોઈ અઘિટિત બનાવ ન બને તે ધ્યાનમાં રાખી અને અભ્યારણ્ય વિસ્તારમાં કોઈ વ્યવસ્થા ન હોય જેથી દુર્ઘટનાઓ ટાળવા અભ્યારણ્ય વિસ્તારમાં તા.23-11-2023થી પરિક્રમા શરૂ થાય છે. આમ, નિયત સમયના દિવસોમાં પરિક્રમા કરવી હિતાવહ છે. સાથો સાથ નિયમ સમયે પરિક્રમા કરીને લીલી પરિક્રમાનુ મહાત્મ્ય પણ જાળવીએ તેવી તંત્ર દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.
ગુરુ દત્તાત્રય મંદિરના મહંત મહેશગીરી બાપુએ બેઠકમાં રોષ વ્યક્ત કર્યો
જૂનાગઢ પરિક્રમા સંદર્ભે મળેલી બેઠકમાં મહેશગીરી બાપુએ બેઠક મુદ્દે રોષ વ્યક્ત કરતા અધિકારીઓને જણાવ્યું હતું કે સનાતન ધર્મ પર પ્રહારો શા માટે ! !તેમ કહીને પરિક્રમા મિટિંગ વેહલી બોલાવો લગ્નમાં બોલવા ન હોય તો છેલ્લે કંકોત્રી મોકલાય છે અને ચેકડેમ માંથી કાપ કાઢવાની વાત છે તો પાંચ દિવસમાં કામ થશે જયારે પ્લાસ્ટિક 100% બંધ થવું જોઈએ તો 75 વર્ષ સુધી શું કર્યું અને બાયોગેસ પ્લાન્ટ નાખવા જોઈએ તો પ્રસાશને શું કર્યું ? અને પાણીની વ્યવસ્થા પરિક્રમા સમયેજ યાદ આવેછે જયારે પરિક્રમા કરવા આવતા ભાવિકોને મોબાઈલ ટોર્ચ પર ચોદવા ન જોઈએ તેની તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ તેમજ હાર્ટ એટેકના કિસ્સામાં વ્યવસ્થા કરવામાં આવીછે તે સારી વાત છે પણ ડોળીવાળાની વ્યવસ્થા પણ કરવી જોઈએ જયારે પરિક્રમા વેહલી શરુ થઇ જાય છે કારણકે ભાવિકો ગંદકી થતા પેહલા પરિક્રમા પૂર્ણ કરેછે ક્યાંક દિવાળી પેહલા પરિક્રમા શરુ થઇ જશે તેનું ધ્યાન રાખવું જોઈએ જયારે સનાતન ધર્મમાં કોઈ વિધર્મિ ન આવે અને વાતાવરણ ન બગાડે તેની તંત્રએ કાળજી રાખવી જોઈએ તેવી વાત કરી હતી.