ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.10
ગુજરાતના છેવાડાના સમુદ્રી જિલ્લા ગીર સોમનાથ જિલ્લો કે જેની બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે, ત્યારે ચૂંટણીને અનુલક્ષીને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કલેકટર ભાનુપ્રિયા વચ્ચે સરહદી વિસ્તારને લઈને સમીક્ષા બેઠક તથા સહ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.બંને કલેક્ટરઓએ ઘોઘલા બીચ, તડ બોર્ડર પોલીસ ચોકી તથા માંડવી બોર્ડર પોલીસ ચોકી સહિતના સ્થળોની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને આંતરરાજ્ય હેરફેરને ચૂંટણી દરમિયાન નિયંત્રિત કરવા સંબંધે લેવાં પાત્ર પગલાંઓની ચર્ચા કરી હતી.