ખાસ-ખબર સંવાદદાતા
સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતગર્ત સર્વરોગ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાણાવાવ તાલુકાના અંદાજે 585 જેટલા દર્દીઓએ આરોગ્યની તપાસણી કરાવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર મેડીકલ કોલેજના સહયોગથી વિવિધ વિભાગના નિષ્ણાંતોએ સેવા આપી હતી. જેમા એમ.ડી. મેડીસીન, જનરલ સર્જન, સ્ત્રી તથા બાળરોગ નિષ્ણાંત, ઇ.એન.ટી. નિષ્ણાંત, માનસીક રોગના નિષ્ણાંત, આંખ અને દાંતના નિષ્ણાંત, હાડકા અને ચામડીના નિષ્ણાંતે દર્દીઓના આરોગ્યની તપાસણી કરી હતી. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવના અધીક્ષક ડો.નયન કરમટા તથા સર્વે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.