રાજુલા નગરપાલિકા ફાયર બ્રિગેડ બંધ હાલતમાં !
ફાયર બ્રિગેડ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં હોવાથી આગ બૂજાવવા ન આવી શકી!
- Advertisement -
રાજુલામાં ઈગૠ કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. રાજુલા શહેરના ટાવર ચોક નજીક સ્વીફ્ટ ફોરવ્હીલ કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના પગલે રાજુલાના પીઆઇ એ.ડી. ચાવડા તથા પીએસઆઇ પી.વી. પલાસ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને જાહેર માર્ગ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાજુલા પોલીસે રસ્તાને કોર્ડન કરીને ડાયવર્ટ કરાયો હતો. આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. સ્થાનિક લોકોએ ફાયર બોટલ તથા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફોરવ્હીલ કાર આગમાં બળીને ખાખ થઈ હતી. આગ ક્યાં કારણોસર લાગી જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે, રાજુલા નગરપાલિકામાં ફાયર બ્રિગેડ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમા હોવાથી સમયસર આગ કાબુ આવી ન હતી. ત્યારે નગરપાલિકા દ્વારા બંધ પડેલા ફાયર બ્રિગેડ શરૂ કયારે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.