આજ-કાલ ઉપનિષદોનું અધ્યયન કરી રહ્યો છું. કઠોપનિષદના પ્રથમ અધ્યાયની ત્રીજી વલ્લીમાં એક સચોટ અને સુંદર ઉપમા આપવામાં આવેલી છે. માનવ શરીર એક રથ છે, આત્મા રથમાં બેઠેલો યોદ્ધો છે; બુદ્ધિ સારથી છે જેના હાથમાં મન રૂપી લગામ છે. રથમાં જોડાયેલા અશ્ર્વો એ આપણી ઇન્દ્રિયો છે. આ અશ્ર્વો ભોગસ્થાન તરફ દોડી રહ્યા છે. જો ઘોડા તોફાની હોય તો સારથીના અંકુશમાં નથી રહી શકતા, તેવી રીતે ચંચળ મનના અંકુશમાં માણસની ઇન્દ્રિયો નથી રહેતી.
જો ઘોડા સારા શાંત હોય તો સારથીના કાબૂમાં રહે છે, જો મન સ્થિર હોય તો ઇન્દ્રિયો તેના સંયમમાં રહે છે. પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્યનું મન પવિત્ર, વિવેકી અને સંયમશિલ હોવું આવશ્ર્યક છે.
ચંચળ મનના અંકુશમાં માણસની ઇન્દ્રિયો નથી રહેતી
