વિદેશી દારૂ, મોબાઇલ અને કાર સહિત કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફરી એક વખત પાટડી નજીક વિદેશી દારૂ ભરીને મોરબી તરફ જતો કાર ઠેકાણે પહોંચી તે પૂર્વે જ ઝડપી લેવાઈ હતી. જિલ્લા એલ.સી.બી ટીમે કારમાંથી 479 નંગ વિદેશી દારૂની બોટલ સહિત કુલ પાચ લાખથી વધુના મુદામાલ સાથે કાર ચાલકને ઝડપી લીધો છે. આ સાથે વિદેશી દારૂ મંગાવનાર ઇશમ સહિત કુલ ત્રણ વિરૂદ્ધ ગુન્હો પણ નોંધાયો છે.
- Advertisement -
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પાટડી – દસાડા રોડ પર વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર નીકળતી હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ, દશરથભાઈ રબારી સહિતનો સ્ટાફ પાટડી – દસાડા રોડ પર આવેલ માવસરના પાટિયા પાસે વોચ ગોઠવી ઊભા હોય તે દરમિયાન એક સ્વિફ્ટ કાર જીજે 18 બી ઇ 0155 નંબરની નીકળતા આ કારણે અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન કુલ 479 નંગ કિંમત 300310/- રૂપિયાની મળી આવી હતી જેથી કાર ચાલક જોગારામ દેરાજરામ સારણ રહે: જોધપુર વાળાને ઝડપી લઇ તેની પાસેથી એક કાર કિંમત બે લાખ રૂપિયા તથા મોબાઇલ કિંમત દશ હજાર એમ કુલ મળી 510310/- રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ ઝડપાયેલ કર ચાલક અને હાજર નહિ મળી આવેલ વિદેશી દારૂ મંગાવનાર મોરબીના અરવિંદ ઉર્ફે રાજુભાઈ દાદુભાઈ ગઢવી તથા સ્વિફ્ટ કાર માલિક સહિત ત્રણેય વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.