ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપરથી પોલીસે ઈકો કારમાંથી આયુર્વેદિક નશાકારક શિરપની 320 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી ઉપરથી સુરેશભાઇ ચૌહાણ (ઉં.વ. 24, રહે. હાલ. નવા જાંબુડીયા, મુળ ગામ. ખડીયા તા. માણાવદર) ને ઈકો કાર નં. જીજે-36-ટી-8016 માંથી આયુર્વેદિક નશાકારક શિરપની 320 બોટલો (કિં.રૂૂ. 48,000) તથા બે લાખની કિંમતની ઈકો કાર મળી કુલ રૂૂ. 2,48,000 ના મુદામાલ સાથે ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.