ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ અને વપરાશ થાય છે જેની સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ઉતરાયણ તહેવાર ઉપર પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના હિસાબે કોઇ વ્યકિતઓને ગંભીર પ્રકારની શારીરિક ઈજાઓ ન થાય તેની તકેદારીના ભાગરૂપે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા મોરબી પોલીસ કાર્યરત હોય તે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે શનાળામાં લાયન્સનગર પાસે આવેલ ખોજા સોસાયટી પાસે પેટ્રોલિંગ દરમિયાન કરણભાઈ બાબુભાઇ પનસારાને પ્રતિબંધીત ચાઈનીઝ દોરાની રૂ. 10 હજારની કિંમતની 50 ફીરકી સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Follow US
Find US on Social Medias