પોલીસે દારૂ સહિત રૂા.67,040નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ગાંધીગ્રામ સિંધી સોસાયટી શેરી નં.7માં રહેતો ઘેલા આવડાભાઇ મોરી નામનો શખ્સ તેની જી.જે.07 એટી-0320 નંબરની પ્યાગો રીક્ષામાં પાછળના ભાગે પેસેન્જર બેસવાની સીટો નીચે દારૂનો જથ્થો રાખી કાળવા ચોકથી જવાહર રોડ તરફ નીકળવાનો છે. તેવી હકીકત મળતા ગુરૂવારે સવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવીને જવાહર રોડ પર આવેલા બાપા સીતારામ મઢુલી પાસે ઘેલા મોરીને રીક્ષામાં રૂા.17,040ની કિંમત ઇંગ્લીશ દારૂની 39 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને રૂપિયા 50,000ની રીક્ષા મળી કુલ રૂા.67,040નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી.