ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડીને કાયદાના પાઠ ભણાવ્યા હતા. ઉતરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોય અને આ અંગે જીલ્લા કલેક્ટરનું જાહેરનામું પણ અમલમાં હોય ચાઈનીઝ દોરીના હિસાબે કોઈ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ ન પહોંચે તે માટે ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા મોરબી એલસીબી ટીમ કાર્યરત હતી તે દરમિયાન સામાંકાંઠે યોગીનગર ખારી વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજા (ઉં.વ.23) ને તેમના રહેણાક મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની પાંચ ફીરકીઓ સાથે ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.