સી ડિવિઝન પોલીસે મધુરમ વિસ્તારમાંથી પકડી કાર્યવાહી કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સી ડીવીઝન પોલીસે મધુરમ વિસ્તારમાં સાંઇબાબા મંદિરની બાજુમાંથી મેંદરડાનાં એક શખ્સને તમંચા સાથે ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ મુળ મેંદરડાનો અને હાલ જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં સાંઇબાબા મંદિરવાળી શેરીમાં રહેતો વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઇ કળથીયા પાસે તમંચો હોવાની બાતમી સી ડીવીઝન પોલીસને મળી હતી. જેના પગલે એસપી રવિ તેજા વાસમસેટ્ટી અને ડીવાયએસપી એચ. એસ. રત્નુની સુચાનથી પીએસઆઇ જે.એમ. વાળા, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, નિલેશભાઇ ભેટારીયા, મનીષભાઇ હુંબલ સહિતની ટીમ પહોંચી હતી અને મધુરમ રોડ પર સાંઇબાબાનાં મંદિર પાસેથી વિજય ઉર્ફે ભીખોને ઝડપી લીધો હતો. આ શખ્સ સામે મેંદરડા, ભેંસાણ, જૂનાગઢ, કેશોદ અને ચોટલી પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે.