વર્લ્ડ કપમાં નાની ગણાતી અને ઓછી જાણીતી ટીમે એક મોટો ચમત્કાર કરી દેખાડ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ હજુ જેવી જોઈએ તેવી કસાયેલી નથી તેમ છતાં પણ તેણે એક સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જાણીતી એવી પાકિસ્તાન ટીમને હરાવી દીધું હતું. ચેન્નઈમાં રમાયેલી મેચમાં સૌથી દિલચસ્પ વાત એ છે કે અફઘાનિસ્તાનના 4 ખેલાડીઓએ જ પાકિસ્તાનનો ખેલ પૂરો કરી દીધો હતો અને નિર્ધારીત 50 ઓવરમાં મળેલો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.
વર્લ્ડ કપમાં ત્રીજો મોટો ઉલટફેર
અફઘાનિસ્તાનનું પાકિસ્તાનને હરાવવું વર્લ્ડ કપમાં ત્રીજો મોટો ઉલટફેર છે. આ પહેલા અફઘાની ટીમ ઈંગ્લેન્ડને હરાવી ચૂકી છે. વર્લ્ડ કપમાં અફઘાની ટીમ જોરદાર એક્શનમાં લાગી રહી છે. બે મોટી ટીમોને હરાવીને પોઈન્ટ ટેબલમાં ઉપર આવી ગઈ છે.
- Advertisement -
AFGHANISTAN HAVE DONE IT!
They've beaten Pakistan! It's an incredible eight-wicket win for Hashmatullah Shahidi's side at Chepauk #PAKvsAFG pic.twitter.com/6m1rRgHWvq
— Cricbuzz (@cricbuzz) October 23, 2023
- Advertisement -
અફઘાનિસ્તાનના ચાર ખેલાડીઓએ કર્યો ખેલ ખતમ
અફઘાનિસ્તાનના 21 વર્ષીય ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 53 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં રહેમાનુલ્લા ગુરબાઝે તેની વિસ્ફોટક ઇનિંગમાં 1 સિક્સ અને 9 ફોર ફટકારી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ ઇનિંગની શરૂઆતથી જ અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે એવો એટેક કર્યો કે પાકિસ્તાની બોલર હાંફી ગયા હતા. રહેમાનુલ્લા ગુરબાઝના ઓપનિંગ પાર્ટનર ઈબ્રાહિમ ઝદરાને આ દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈબ્રાહિમ ઝદરાને 113 બોલમાં 87 રન કર્યાં હતા. આ બન્નેના આઉટ થયા બાદ રહમત શાહ અને કેપ્ટન શાહિદીએ મોરચો સંભાળ્યો અને પાકિસ્તાનનો ખેલ પૂરો કરી નાખ્યો. રહમત શાહે 77 અને કેપ્ટન શાહિદીએ 48 રન બનાવ્યાં હતા. કુલ મળીને આ ચાર ખેલાડીઓએ પાકિસ્તાનને હરાવ્યું હતું.
Abdullah Shafique ☝️
Mohammad Rizwan ☝️
Babar Azam ☝️
Impressive display from @Noor_Ahmad_15 on his World Cup debut! 👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/qAmdkN7cpe
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023
પાક.ની સતત ત્રીજી હાર, હવે એક પણ હાર્યું તો સેમી ફાઈનલમાંથી આઉટ
વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ ત્રીજી હાર છે. પહેલા ભારત, પછી ઓસ્ટ્રેલિયા અને હવે અફઘાનિસ્તાને તેને હરાવ્યું છે. હવે પછી પાકિસ્તાનની એક પણ હાર તેને સેમી ફાઈનલમાંથી આઉટ કરાવી દેશે.
પાક.બેટિંગ કેવી રહી
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 7 વિકેટે 282 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ રન બનાવ્યા હતા. બાબર આઝમે 92 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઓપનર અબ્દુલ્લા શફીકે 75 બોલમાં 58 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીકે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઈફ્તિખાર અહેમદે 27 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 40 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાન 38 બોલમાં 40 રન બનાવી નવીન ઉલ હકનો શિકાર બન્યો હતો.