ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
વવાણીયા ગામના આહીરરત્ન સ્વ. દેવાણંદબાપા ખાદા પોતાના વડીલોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજઉપયોગી કાર્ય કરવાનું પ્રેરણાદાયી કાર્યનું બીડું ઝડપ્યું છે. વવાણીયા ગામના આહીર શ્રેષ્ઠ સ્વ. લાખાભાઈ ખાદાના પુણ્ય સ્મરણાર્થે આગામી તા. 19 જૂનના રોજ સવારે 7 કલાકથી 12 કલાક સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પ શિવમ પાર્ક કોમન પ્લોટ, વિરાબાપાના મંદિરની બાજુમાં, મવડી સ્વામિનારાયણ ગુરુકુળ, આદર્શ એવન્યુ પાછળ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની પુણ્યભૂમિ વવાણીયા ગામે 70 વર્ષ પહેલા અખિલ ભારત યાદવ મહાસભાના નેજા હેઠળ દેવાણંદ બાપા, પેથલજીભાઈ ચાવડા, તેજાભાઈ ભગાભાઈ ડાંગર, આયદાનભાઈ પટેલ સહિતે આગેવાની લઈ આહીર પરિવારોને કુરિવાજોને તિલાંજલી આપવા તથા દીકરીઓને શિક્ષિત કરવા માટે પરિવર્તનનું બ્યુગલ ફૂંક્યું હતું. દેવાણંદ બાપા તથા તેમના પુત્ર સ્વ. લાખાભાઈએ મીઠુ પકવતા અગરિયાઓના ઉત્થાન માટે આજીવન કાર્ય કર્યું ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટની જાળવણી તથા પ્રચાર માટે ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. બોરીચા સમાજ સૌપ્રથમ સંસ્થા રામજી મંદિર-ફડસરના નિર્માણમાં સ્વ. દેવાણંદબાપાનો સિંહ ફાળો રહ્યો છે. સ્વ. દેવાણંદબાપાના પુત્ર સ્વ. લાખાભાઈ ખાદાની 25મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તથા રક્તદાન કેમ્પના આયોજનમાં મહેર ગ્રુપ તથા ખાદા પરિવારના સભ્યો તેમજ દીકરી અને પુત્રવધૂ પણ જોડાશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે વાલાભાઈ ખાદા, રાણાભાઈ ખાદા, મેરામભાઈ ખાદા, દિનેશભાઈ ખાદા, રમેશભાઈ ખાદા, આયદાનભાઈ ખાદા, મહેશભાઈ ખાદા, કૈલાસભાઈ ખાદા, કિરીટભાઈ ખાદા, વિરેન્દ્રભાઈ ખાદા, સાગરભાઈ ખાદા, સહદેવભાઈ ખાદા, કુલદીપભાઈ ખાદા, રાજભાઈ ખાદા, પાર્થભાઈ ખાદા, વિશાલભાઈ ખાદા આવ્યા હતા તેમજ પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા જાહેરજનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.