પ્રેમી ઘરે આવ્યો ત્યારે પ્રેમિકા લટકતી હતી, યુવકે મિત્રન વોઇસ મેસેજ કરી કહ્યું હવે હું પણ મરી જાવ છું કહી ભરેલું પગલું
દોઢેક વર્ષ પૂર્વે ત્યક્તાને ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય થતાં પ્રેમ પાંગર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરનાં રેલનગરમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં શ્રીજી રેસીડેન્સીમાં રહેતાં અક્ષય શૈલેષભાઈ કલોલિયા ઉ.29 અને તેની પ્રેમિકા તૃપ્તીબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.37એ ગત રાત્રીના ગળાફાંસો ખાઈ આપઘાત કરી અરેરાટી વ્યાપી ગઈ છે આપઘાત કરનાર મહિલા બ્યુટી પાર્લરનું કામ કરતી હતી.
- Advertisement -
મૃતક મહિલાને ઈન્સ્ટાગ્રામ થકી દોઢેક વર્ષ પૂર્વે 27 વર્ષના યુવાન અક્ષય સાથે પરિચય થયો હતી અને બંને એક બીજાના પ્રેમમાં હતા આ ત્યક્તા મહિલા અને કુંવારા યુવાને સાતેક દિવસ પહેલા જ રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. ગત રાતે પ્રેમી યુવાન બહાર ગયો હતો. બાદ પરત ઘરે આવ્યો ત્યારે પ્રેમિકાને લટકતી હાલતમાં જોઇ હતપ્રભ બની ગયો હતો પ્રેમિકાની લાશ જોઇ યુવકે મોબાઈલમાથી તેના મિત્ર પરેશભાઈને વોઈસ મેસેજ કરી પોતાની સાથે રહેતી પ્રેમિકાએ આપધાત કર્યો છે, હવે પોતે પણ મરી જાય છે તેવી જાણ કરતાં મિત્રએ આ વોઈસ મેસેજની જાણ પોલીસને કરતાં મિત્ર અને પ્રનગર પીઆઇ બી એમ ઝણકાંત, પીએસઆઈ બેલીમ સહિતનો પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પ્રથમ લગ્ન તેમની જ્ઞાતિમાં પંદર વર્ષ પહેલા થયા હતાં જે થોડા સમયમાં જ તૂટી ગયા હતા બાદમાં દસેક વર્ષ પહેલા તૃપ્તિબેનનો સંપર્ક ગુરૂપ્રસાદ ચોક નજીક કૃષ્ણનગર આસપાસ રહેતાં ગેરેજ સંચાલક ભાવેશભાઈ ધ્રાંગધરીયા સાથે થયો હતો અને બંનેએ પ્રેમલગ્ન કર્યા બાદ પુત્રનો જન્મ થયો હતો પાંચેક વર્ષ પહેલાં તૃપ્તિબેને ભાવેશભાઈ સાથે છૂટાછેડા લઈ લીધા હતા જો કે પુત્ર ભાવેશ પાસે હતો બાદ અક્ષય નામનાં યુવક સાથે પ્રેમ સબંધ થયો હતો વધુ તપાસ દરમિયાણ તૃપ્તિને પૈસાની જરૂર હોય બ્યુટી પાર્લરના કેમ્પ કરતાં યુવાન પાસે મદદ માંગી હતી તેણે 15 હજાર રૂપિયા આપ્યા હતા જે તૃપ્તિએ 20 તારીખે આપી દેશે તેવું કહ્યું હતું પરંતુ પરિસ્થિતિ નબળી હોય કદાચ આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાની શંકાએ તપાસ હાથ ધરી છે મૃતક અક્ષય ભાઈ બહેનમાં મોટો અને અપરણિત હોવાનું તેમ ઘરેથી સપ્તાહ પૂર્વે અમદાવાદ કામ સબબ જતો હોવાનું કહી નીકળ્યા બાદ રેલનગરમાં પ્રેમિકા સાથે ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.