જસદણના કાળાસર ગામના યુવકનું અપહરણ કરી, હત્યા નિપજાવી લાશ ફેંકી દીધી
આટકોટ પોલીસે હત્યા, અપહરણ, મનીલેન્ડ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો દોડાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જસદણના કાળાસર ગામના યુવાનની ત્રણ વ્યાજખોરોએ હત્યા કરી લાશને વિરનગરની વિળીમાં ફેંકી દેતાં ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે જસદણના કાળાસર ગામે રહેતા ધર્મેશભાઇ ધીરૂભાઇ મકવાણા ઉ.32એ વીરનગરના અલ્કુ અમરૂ જબલીયા, અજય મંગળું ભોજક અને સિધ્ધરાજ અલ્કુ ગીડા સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, ખંડણી સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે તેઓ બે ભાઇઓ છે જેમા તે મોટા અને નાનો લાલજીભાઈ ઉ.28 છે જેના લગ્ન શિવરાજપુર ગામના ધીરૂભાઇ સાપરાની દિકરી સાથે સાત વર્ષ પહેલા થયા છે તેને સંતાનમાં એક પાંચ વર્ષનો દિકરો છે નાનો ભાઈ લાલજી છેલ્લા એક મહીનાથી જસદણ-ચોટીલા રોડ પર શ્રી હરી સોસાયટીમાં રહે છે ગઇ તા. 29ના ફરીયાદી ફુલઝર ગામે હતો ત્યારે તેમના નાનાભાઈ લાલજીનો ફોન આવ્યો હતો અને વાત કરેલ કે, મારા ખાતામાં 20,000 રૂપીયા મોકલ જેથી તેઓએ કહેલ કે, મારી પાસે પૈસા નથી તેમજ તુ મશીને કયારે આવીશ તો લાલજીએ જણાવેલ કે, મારે થોડી વાર લાગશે. થોડીવાર બાદ તેઓએ લાલજીને ફોન કરતા ફોન બંધ આવતો હતો. સાંજના નવેક વાગ્યે જસદણ ખાતે શ્રી હરી સોસાયટીમાં તેઓ ભાઈના ઘરે ગયેલ ત્યારે તેના પત્ની કિંજલબેને જણાવેલ કે, સવારે પતિ ઘરેથી ફુલઝર જવાનું કહી નિકળેલ હતા અને આઠ વાગ્યા પછી તેનો ફોન આવેલ હતો અને તેઓએ ઉતાવળે અને ગભરાટથી મને કહેલ કે, ઘરે એક વ્યકિત આવશે તેને 20,000 રૂપીયા આપજે, થોડીવાર થતા એક અજાણ્યો માણસ એક બાઈક લઇને ઘરે આવેલ અને ઝડપથી પૈસાની માંગણી કરતો હતો જેથી તેને 20,000 રૂપીયા આપ્યા હતા બાદમાં તેઓએ તેમના ભાઇ બાબતે તપાસ ચાલું કરી આજુબાજુમાં પુછપરછ કરતા તેમનો ભાઈ ઘરેથી બાઈક લઈને નિકળેલ તે બાઈક જસદણ વિંછીયા રોડ ચામુંડા માતાજીના મઢની પાછળ શેરીમાં પડેલ હોય તેવુ જાણવા મળેલ જેથી ત્યાં દોડી ગયેલ તો તેમના ભાઈનું બાઈક જીજે.01.એમવી 7985 પડેલ હતુ બાદ ભાઈની શોધખોળ કરી હતી જેથી ગઇ તા.30 ના તેઓ તથા તેમના સંબંધી સાથે જસદણ પોલીસ સ્ટેશન ખાતે તેમના ભાઈ લાલજીની ગુમની જાહેરાત કરવા માટે ગયા હતા બાદ ગઈકાલે જસદણ પોલીસ સ્ટેશન ખાતે એક અજાણી લાશના ફોટા બતાવેલ જે લાલજીની લાશના હોય જે ઓળખી બતાવ્યા હતાં. બાદ પોલીસે જણાવેલ કે, આ લાશ ગઈ રાત્રીના વિરનગર ગામની સીમમાં કનેસરા ગામના જુના રસ્તે આવેલ ડુંગર પાસેથી મળી આવી છે.
જેથી ફરીથી જસદણ ખાતે તેમના ભાઈનું બાઈક પડેલ હતુ ત્યા જઈને તપાસ કરતા જાણવા મળેલ કે, વિરનગર ગામના આલ્કુ જેબલીયા તથા અજય ભોજક બંને મળી લાલજીને બાઈકમાં બેસાડીને અપહરણ કરી ત્યાંથી લઈ ગયેલ અને લાલજીની પત્ની પાસેથી રૂ.20 હજાર લઇ ગયેલ તે સિધ્ધરાજ ગીડા હોવાનું જાણવા મળતા તેના ફોટા મેળવી લાલજીની પત્ની કિંજલબેનને તે ફોટા દેખાડતા તેઓએ પણ ઓળખી બતાવેલ હતો એક અઠવાડીયા પહેલા લાલજીએ તેઓને વાત કરેલ હતી કે, વિરનગરના આલ્કુ જેબલીયા તથા અજય ભોજક પાસે એક વર્ષ પહેલા ઈકકો ગાડી ગીરવે મુકીને 90 હજાર રૂપીયા લીધા હતા, તેની ઉઘરાણી માટે તેઓ અવાર નવાર દબાણ કરે છે અને ધાક ધમકી આપી કહે છે કે, અમારા રૂપીયા નહી આપ તો તને તથા તારા પરીવારને પુરા કરી નાખીશુ અને આ લોકો મને જયારે ભેગા થશે ત્યારે મને લઇ જશે અને મારી નાખશે તેવો મને ભય છે તેમ વાત કરેલ હતી જેથી જસદણ વિંછીયા રોડ ચામુંડા માતાજીન મઢ વાળી શેરીમાં મૃતક લાલજીને બાઈકમાંથી ઉતારી આરોપી અલ્કુ જેબલીયા તથા અજય ભોજક બન્ને પૈસાની ઉઘરાણીમાં અપહરણ કરી લઈ જઈ લાલજીના મોબાઇલ નંબર ઉપરથી તેની પત્ની કિંજલને ફોન કરાવી તેણી પાસેથી સિધ્ધરાજ ગીડા દ્રારા 20,000 રૂપીયા મેળવી વધુ રૂપીયા કઢાવવા તેને માર મારી મારા લાલજીની હત્યા કરી લાશને અવાવરૂ જગ્યાએ ફેંકી દિધી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. જસદણના કાળાસર ગામના 28 વર્ષીય યુવાનની અપહરણ કરી હત્યા કરવાના બનાવમાં જ્યાં સુધી આરોપીઓ સામે આકરી કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જે બાદ આટકોટ પોલીસે તુરંત જ ત્રણ વ્યાજખોરો સામે હત્યા સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.