ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા મહિલા બાળ વિભાગ દ્વારા સ્ત્રીઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત કાયદાકીય શિબીરનું આયોજન આંબા પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર તાલાલા ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં તાલીમાર્થી બહેનોને મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, 181,પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર,વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય પુન:લગ્ન યોજના અને બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવા આવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, મેંગો એક્સલન્સ સેન્ટરનો સ્ટાફ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કાઉન્સેલર તેમજ ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.