ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આજે વહેલી સવારે મોહરમનું ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું હતું. મોહરમના દસમા દિવસે સાંજના સમયે સેજની ટાંકી પાસેથી સેજ પસાર થાય છે ગાંધી ચોકમાં પહોંચતા 10 કલાકથી વધુ સમય લાગે છે આ સેજની પાછળ જૂનાગઢ શહેરના જુદાજુદા તાજીયાઓ ઝુલુસ તરીકે નીકળે છે, વહેલી સવારે 5 કલાકે ચાંદીની સેસ ગાંધી ચોકમાં ઝુક્યા બાદ આ ઝુલુસ પૂર્ણ થયું હતું.સેજ અને તાજિયાના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના સેજની ટાંકીથી ઝુલુસ શરૂ થયું હતું. ઝુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ ડિવિઝનના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સમાપ્ત થયું હતું.
શહેરમાં આ તાજિયાઓ પળમાં આવ્યા બાદ બીજી રાત્રીના સમયે પહેલા સેજનું ઝુલુસ નીકળે છે અને તેની પાછળ તમામ તાજિયાઓ જોડાય છે અને ત્રીજા દિવસે વહેલી સવારે જૂનાગઢના ગાંધીચોક પાસે આવેલા કરબલા ખાતે તાજિયાઓને ઠંડા (દફન) કરવામાં આવ્યાં હતાં.