ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના જામકા ખાતે ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ, ઇરાદા ફાઉડેશન, નિસ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા વૈદિક ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાયો હતો જેમાં ડો.કરીશ્મા બહેન દ્વારા ગર્ભ સંસ્કાર વિષે તલસ્પર્શી માહિતી ઉપસ્થીત મહિલાઓને આપવામાં આવી હતી, પરસોતમ સિદપરાઍ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી. આ ઉપરાંત મુંબઈથી પત્રકાર અને લેખક આસુ પટેલ તથા તારક મહેતા ફેઇમ બાઘો ઉર્ફે તન્મય વેકરિયાએ ખાસ હાજરી આપી હતી. આતકે આસુ પટેલ તથા તન્મય વેકરીયા દ્વારા જામકા ખાતે ચાલતી વિવિધ યોજનાઓ બાબતે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં જાણીતાં લોક સાહિત્યકાર માલદે આહિરે સુંદર લોકગીતો રજૂ કરી ઉપસ્થિતિ શ્રોતા ને ડોલાવ્યા હતા.આ કાર્યક્રમમાં જાણીતા ડો.ચિખલિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ભીમશીભાઈ અને અમેરિકાથી સંજીવ પટેલ તથા લાલજીભાઈ, સ્નેહલ પરમાર, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જામકા-ગીર ગામે વૈદિક ગર્ભ સંસ્કાર સેમિનારમાં મહિલાઓ બહોળી સંખ્યમાં ઉપસ્થિત
