પોલીસે 9 વાગ્યે ગેટ બંધ કરીને એન્ટ્રી બંધ કરાવતા લોકો નિરાશ થયા
ખાસ-ખબર સંવાદદાતા
‘રસરંગ’ લોકમેળાનો ગઈકાલે છેલ્લો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું અને રોડ રસ્તા ઉપર ચાલી ન શકાય તે રીતના ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.પોલીસે 9 વાગ્યે ગેટ બંધ કરીને લોકોની એન્ટ્રી પણ બંધ કરી હતી.રવિવારનો દિવસ હોવાના કારણે આઠમ કરતા પણ વધુ ભીડ જામી હતી. પોલીસ દ્વારા લોકોને બહાર જવા માઈક દ્વારા વિનંતી કરવમાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેતા લોકો પણ ક્યાંક નારાજ જોવા મળ્યા હતા.પાંચ દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળાની મુલાકાત લીધી હતી .ત્તયારે શનિવારના રાજકોટ સહિત આસપાસના ગામના લોકો ખુબજ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.ગઈકાલે આઠમ કરતા પણ વધુ ભીડ જામી હતી.. મેળામાં બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને માત્ર બે જ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
- Advertisement -
અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે. છેલ્લો દિવસ હોવાના કારણે સાંજના સમયે મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉમટી પડ્યા હતા..રોડ રસ્તા ઉપર ચાલી ન શકાય તે રીતના ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
લોકમેળામાં જિલ્લા વહીવટી તત્રના અંદાજ મૂજબ લગભગ 11 લાખ લોકોએ મેળા ની મજા માણી હતી. જોકે તંત્ર દ્વારા અચાનક મેળા નો સમય 12ની જગ્યા એ 10 નો કરી દેવામા આવતા રાત્રે 9 પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે લોકો નિરાશ થયા હતા.
- Advertisement -
લોકમેળામાં આજે રમક્ડાની હરરાજી… સસ્તી ખરીદી કરવા લોકો આજે પણ મેળામાં ઉમટી પડ્યા
ગઈ કાલે રસરંગ’ લોકમેળાનો છેલ્લો દિવસ હતો પરંતુ આજે પણ સસ્તું લેવાની લ્હાય મા લોકો સવારે મેળા મા પહોંચી ગયાં હતા.લોકમેળા મા રમકડાં સહિત ની અન્ય વિવિધ આઈટમોં ની હરાજી થઇ હતી ત્યારે આજે બપોરે પણ લોકો મેળા મા સસ્તી ખરીદી કરવા દોડી ગયાં હતા. સ્ટોલ ધારકો પણ ઓછી કિંમતે પોતાનો માલ વેચી રહ્યા હતા.આમ રાજકોટના લોકમેળામાં આજે રમક્ડાની હરરાજીમાં રમકડાં લેવા લોકા ેઉમટી પડયા હતા.