ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર
શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે ધો. 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા પંચાયત ગોંડલ ના સદસ્ય શ્રી મતિ વર્ષાબેન ગોંડલીયા તેમજ ગામના સામાજિક અગ્રણી અને શિક્ષણવીદો એવા સંજયભાઈ પાનસુરીયા, હિતેષભાઇ ગોંડલીયા, હિતેષભાઇ વેકરીયા, સંજયભાઈ વઘાસીયા, ચેતનભાઈ વાછાણી, તેમજ ક્ધયાશાળા ના આચાર્ય વસંતબેન પારખિયા, તેમજ રસિકભાઈ ઢોલરીયા તેમજ બહોળી સંખ્યા મા વિદ્યાર્થીઓ અને વાલી ઉપસ્થિત રહયા હતા માધ્યમિક શાળા ના આચાર્ય પરમાર દિનેશભાઇ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ગોંડલ ના સદસ્ય વર્ષાબેન ગોંડલીયા દ્વારા કોમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળા લેબોરેટરી નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું આચાર્ય પરમાર સાહેબ દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવેલ હતું તેમજ ધો. 10 ના વિધાર્થીઓ દ્વારા વિવિધ ભેટ સ્કૂલ ને આપવામાં આવી હતી શાળા ના સ્ટાફ દ્વારા બાળકોને શુભેચ્છા સંદેશ અભિવાદન આપવામાં આવેલ હતા આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમ નું સંચાલન શાળાના વિજ્ઞાન શિક્ષક જે. બી. બાવળીયા સાહેબદ્વારા કરવામાં આવ્યું હતું આભારવિધિ શાળા ના શિક્ષક ભાવનાબેન વિરાણી એ કરેલ આ પ્રસંગે સી. આર. સી. હરેશભાઇ સરવૈયા દ્વારા માર્ગદર્શન અને શુભેચ્છા આપવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલ ના તમામ વિધાર્થીઓ તેમજ વાલી ઓ બહોળી સંખ્યા મા હાજર રહયા હતા સમસ્ત આયોજન શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ લોકો નું શાળા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત આયોજન મા બહોળી સંખ્યા મા લોકો હાજર રહયા હતા ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.



