સિલિકા લીઝ બાબતે માહિતી આપવા બાબતે 10 હજારની લાંચ માંગી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગમાં લાંચિયો ખેલ બંધ હજુય શરૂ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલમાં જ ખાણ ખનિજ વિભાગના એક કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડ હાઇવે પર ખનિજ ભરેલા વાહનો પાસે રૂપિયા ઉઘરાવતા એ.સી.બી દ્વારા ઝડપાયા હતા જે બાદ હવે અધિકારીઓ અને કર્મચારીઓની એટલી હિંમત વધી ગઈ છે કે ઓફિસમાં જ બેફિકરાઈથી રૂપિયાની માંગ કરી લાંચ પણ સ્વીકારે છે. તેવામાં આ પ્રકારની ઘટના ખરેખર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની કચેરી ખાતે ઘટી છે જેમાં એક જાગૃત અરજદાર દ્વારા સિલિકા રેતીની લીઝ માંગણી કરી હોય જે લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી આ જાગૃત નાગરિક દ્વારા માહિતી મેળવવા આર.ટી.આઇ મુજબ માહિતી માંગી હતી જે અધૂરી હોવાથી પૂર્ણ રૂપે માહિતી આપવા ખાણ ખનિજ વિભાગના જુનિયર ક્લાર્ક અમૃતભાઈ ઉર્ફે આનંદભાઈ કેહરભાઈ દ્વારા રૂપિયા દશ હજારની લાંચ માટે માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બીનો સંપર્ક કરતા રાજકોટના ઈનચાર્જ નાયબ અધિક્ષક કે.એચ.ગોહિલ દ્વારા જામનગર એ.સી.બી પીઆઇ આર.એન.વિરાણી સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં જાગૃત નાગરિક માંગણી કરેલ લાંચની રકમ દશ હજાર રૂપિયા આપવા માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની કચેરી ખાતે જતા જુનિયર કલાર્ક અમૃતભાઈ ઉર્ફે આનંદભાઈ દ્વારા લાંચની રકમ સ્વીકારી એ.સી.બીના છટકામાં ફસાતા કાર્યવાહી હાથ ધરાઇ હતી આ તરફ જુનિયર ક્લાર્ક એ.સી.બીના છટકામાં ઝડપાઇ જતાં જિલ્લાના લાંચિયા સરકારી બાબુઓમાં સોકો પડી ગયો હતો.
- Advertisement -
ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટના રાજીનામા બાદ ABC નું છટકું પાર પડ્યું
ઉલ્લેખનીય છે કે કડક છાપ ધરાવતા ભૂસ્તરશાસ્ત્રી નીરવ બરોટે હાલમાં જ પોતાની ફરજ પરથી રાજીનામું આપ્યું હતું. જે રાજીનામું સ્વીકારતા અંતે નીરવ બારોટની ફરજ પૂર્ણ કરવામાં આવી હતી. બાદમાં મોરબી જિલ્લા ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સોંપાયો હતો ત્યારે ધણીધોરી વગરની ખાણ ખનિજ વિભાગ કચેરીમાં જ એ.ટી.બીની ટ્રેપથી ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું હતું.” દિવાળીના તહેવાર નિમિતે પણ ખાણ ખનિજ વિભાગની કચેરી ખાતે કર્મચારીઓ માટે ખનિજ માફીયાઓ સોનેરી રંગના કાગળમાં મોટી તગડી ગીફ્ટો અને સફેદ રંગના કવરમાં રંગબેરંગી નોટો થકી નવા વર્ષની શુભેચ્છા આપી હોવાની પણ ચર્ચા છે.