ગિર ગઢડા તાલુકાના ધોડકવા ગામે હિન્દુ સમાજની વિશાળ રેલી
યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
- Advertisement -
ધારાસભ્ય સહિત લોકોએ આવેદન પત્ર આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગિરગઢડાના ધોકડવાની યુવતીને અપહરણ કરી ભગાડી જનાર સીઆરપીએફને પકડી પાડી દીકરીને તાત્કાલીક તેમના પરિવારને સોપવામાં આવે તેવી માગ કરાઈ છે. જેના ભાગરૂપે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધોકડવા ગામે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઉના ત્રિકોણ બાગ રાવણાવાડી ખાતે સમસ્ત હિન્દુ સમાજ સહિત ઉના ગીરગઢડા તાલુકાના વિવિધ સંગઠનો, ધારાસભ્ય કે.સી રાઠોડ, ડાયાભાઇ જાલોંધરા, રામજીભાઇ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યા એકત્ર થઇ રેલી કાઢી ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકડવા ગામની દીકરી સાથે બનેલા લવ જેહાદનો મુદ્દા બાબતે તાત્કાલિક સીઆરપીએફ શખ્સ સામે ફરીયાદ નોંધી દીકરીને તેના પરિવારને સોંપવા અને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. ભગાડી જનાર યુવક સોહીલના પહેલા લગ્ન થયેલા છે આ બાબતે રજુઆતમાં જણાવ્યા મુજબ ધોકડવા ગામે રહેતી પુખ્ત વયની દીકરીને ધોકડવા ગામના પરણીત સોહીલ દિલાવરખા લીગારી જે સીઆરપીએફમાં ઓડીશા ખાતે નોકરી કરે છે.
તે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ધાકધમકી આપીને વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ ગયેલ છે. હિન્દુ સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી હિન્દુ દીકરીને આ વીધર્મી શખ્સ ધર્માંતર કરાવી નાખે તે પહેલાં અને તેણીની સાથે લગ્ન કરવા દબાણ કરે તે પહેલાં આ હિન્દુ દીકરીને વિધર્મીના સકંજામાંથી છોડાવીને તેણીના માતા-પિતાને સોપવામાં આવે. આવા કૃત્ય કરનારની તાત્કાલિક ધડપકડ કરી કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં આવા અન્ય બનાવ બનતા અટકે તે માટે શિક્ષાત્મક ધોરણસરના પગલા લેવામાં આવે અને જો આ ષડયંત્ર સામે પગલાં લેવામાં ન આવે તો સમસ્ત હિન્દુ સમાજ ધોકડવા અને ગીરગઢડામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
- Advertisement -
એક માસની રજા લઈ નીકળી ગયો હોવાનું બહાર આવ્યુુંં
પરિવારે ફોન પર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો અને ટ્રુકોલર મારફત તપાસ કરતા આ નંબર સોહીલ દીલાવરખા લીંગારીનો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ મુળ ધોકડવાનો અને હાલ ઓડીસ્સામાં સીઆરપીએફમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતુ. બાદમાં યુવકના પિતાને બોલાવી પૂછપરછ કરી હતી અને તેમણે કહ્યું હતું કે, રજા મળવાની હતી પરંતુ તે આવ્યો નથી અને તપાસ બાદ સોહીલ આશરે એક માસની રજા લઈ નિકળી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સના પિતાએ ખાતરી આપી હતી કે, અમે તમારી પુત્રીને 24 કલાકમાં જ રજૂ કરી આપીશું. બાદમાં આ બંનેએ ટિકિટ સુરતથી એક મિત્ર પાસેથી બૂક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.