આસિફ નામના યુવાને અશોક નામ કહીને મિત્રતા કેળવ્યા બાદ યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું
એ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં લવ જેહાદનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને વિધર્મી તત્વો હિન્દુ છોકરીઓને ફસાવવાના અલગ અલગ કિમિયા અપનાવતા હોય છે ત્યારે તાજેતરમાં જ એક વિધર્મી યુવાન હિન્દુ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધાકધમકી આપી પાંચ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે પોક્સો સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં રહેતી એક યુવતીએ સિટી એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં તેને જણાવ્યું છે કે, આસિફ ઉર્ફે અશોક બાબુભાઈ ઉર્ફે મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસ, મોરબીવાળાએ પાંચેક વર્ષ પૂર્વે જ્યારે તે ધો. 10 માં હતી ત્યારે ચિઠ્ઠી ફેંકી હતી જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું બાદમાં આ શખ્સ બાઇક ઉપર ઈન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો અને થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા જણાવ્યું હતું પણ તેને ઈન્કાર કરતા બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
આ ઉપરાંત માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી આવી રીતે અવારનવાર લઈ જઈને બળજબરીથી સબંધ બાંધ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેનું સાચું નામ આસિફ છે. બાદમાં આ શખ્સે કામના સ્થળે આવી ધમકાવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું ત્યાર પછી મિત્ર તરફથી હિંમત મળતા આ મામલે કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને દુષ્કર્મ વખતે યુવતી સગીર હોય આસિફ નામના શખ્સ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી આસિફ મકરાણીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.