રાજકોટમાં હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો
બોક્સ ક્રિકેટ રમીને આવેલા CA યુવાનનું હૃદય બેસી ગયું
- Advertisement -
રૈયામાં બે સંતાનોના પિતાનું હૃદય રોગના હુમલાથી મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બએ વ્યક્તિનું હૃદય થંભી ગયું છે રાજકોટમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ યુવાનનું બોક્સ ક્રિકેટ રમીને આવ્યા બાદઅને રૈયામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી નજીક સનસીટી એન્કલવ રહેતાં જીજ્ઞેશભાઈ અતુલભાઈ ઠક્કર ઉ.32 ગત રાત્રીના ક્રિકેટ રમવા ગયાં હતાં દરમિયાન એસિડિટી થતાં તે ઘરે આવ્યાં હતાં બાદ રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ છાતીમાં દુ:ખાવો થતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જીજ્ઞેશભાઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતાં અને ભાઈ બહેનમાં બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું હતુ યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
- Advertisement -
જ્યારે રૈયા ગામમાં રહેતા કરશનભાઇ મશરૂભાઈ ઝાપડા ઉ.38 નામનો યુવાન ગત રાત્રે ઘરે હતો ત્યારે છાતીમાં દબાણ થતાં તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ અંહી મૃત જાહેર કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં નાનો અને સંતનમાં બે પુત્ર હોવાનું તથા છૂટક મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.