ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પોલીસ કર્મચારીઓ ડાયટ પ્લાન સાથે ડેઇલી વર્કઆઉટ કરી વજન ઘટાડી શકે તે માટે ખાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ઓવર વેઇટ ધરાવતા કર્મચારીઓને શારીરિક તકલીફ પડતી હોય તેમજ વધુ રનિંગ કે કસરતો કરવામાં તકલીફ પડતી હોય તેવા કર્મચારીઓ માટે ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.
પોલીસકર્મીઓ યોગ્ય ડાયેટ પ્લાનિંગ કરી પોતાની ફરજ વ્યવસ્થિત નિભાવી શકે તે માટે ફિટનેસ ટ્રેનર અને વેઇટ લોસ્ટ નિષ્ણાંત ચંદ્રેશ પટેલ દ્વારા મોરબી ખાતે ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો જેમાં પોલીસ કર્મચારીઓને જરૂરી કસરત અને ડેમોસ્ટ્રેશન તેમજ ડાયટ પ્લાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.