ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢના જલારામ ભક્તિ ધામ ઝાંઝરડા રોડ ખાતે રઘુવંશી સમાજ દ્વારા સમૂહ નુતન જનોઈ ધારણ શ્રાવણી પૂર્ણિમાના દિવસે કરવામાં આવી હતી જેમાં રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સનાતન હિંદુ ધર્મ માટે આજનો દિવસ એટલે રક્ષાબંધન,બળેવ નામથી ઓળખાય છે સાથે સાથે આજે રઘુવંશી સમાજના લોકો જનોઈ ધારણ કરતા હોય છે એટલે કે વર્ષમાં એક વખત જનોઈ બદલાવતા હોય છે સમૂહ જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણી વિસરાતી પરંપરાઓને જાળવી રાખવાનું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ જલારામ બાપા ના મંદિર ના શિખર પર ધજાજી ચઢાવવામાં આવી હતી જેના મનોરથી ચેતનભાઇ રાજા પરિવાર હતો આ પરિવારે પણ ધામધૂમથી ધજાજી ચડાવી હતી ત્યાર બાદ સોલાર પ્લાન્ટ અને ભોજનશાળા ઉપર ડોમના દાતાશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના દાતાશ્રી ડો.આહિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાંથી જલારામ ભક્તિ ધામના નિર્માણ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી સમયાંતરે ડો.આહીયા દ્વારા બધી રીતે સાથ અને સહકાર આપવામાં આવતો હોય છે તેવું જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પી.બી.ઉનડકટ સાહેબે જણાવ્યું હતું.
જૂનાગઢ રઘુવંશી સમાજનો સમૂહ નુતન જનોઈ ધારણ કરવામાં આવી
