31માં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 7 દીકરીઓના લગ્ન કરાવાશે: 150થી વધુ કરિયાવરની ચીજવસ્તુઓ અપાશે
સમૂહ લગ્ન સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આઈ શ્રી ખોડીયાર મંદિર 10-કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ રાજકોટ દ્વારા માતાજીના સાનિધ્યમાં 7 દીકરીઓનો 31મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે. તેમાં નવવધૂને 150થી વધારે કરિયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા. 18-5-2025 રવિવારના બપોરે 3-30 વાગ્યે રાખેલ છે. આ સમૂહલગ્નમાં 150થી વધુ કરિયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે તેમજ 1500 વ્યક્તિને સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવશે તેમજ તા. 18-5-2025 બપોરે 5થી 8 કલાકે નાથાણી બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.
દીકરીઓને કરિયાવરમાં સોનાનો દાણો, સાંકળા, બોક્સ પલંગ, ગાદલા સેટ, વૂડન કબાટ, ટીપોઈ, પંખા, મિકસર, ઈસ્ત્રી, ટોસ્ટર, બ્લેન્ડર, મોલ્ડીંગ ચેર, થાળી સેટ 6, સાડી સેટ 5, સ્ટીલના વાસણ તેમજ કટલેરી, લેડીઝ-જેન્ટસ ઘડીયાળ તેમજ દિવાલ ઘડીયાળ વગેરે નાની-મોટી ચીજવસ્તુઓ આપવામાં આવશે.
આ આયોજન ભુવા પરસોતમભાઈ એન. દોંગાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. કાર્યક્રમ માટે આઈ શ્રી ખોડીયાર મંદિરના સેવકગણ, પરિવાર દ્વારા કુ. ગોપી પી. દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, દામજીભાઈ વેકરીયા, અશ્ર્વિનભાઈ રામાણી, કિશોરભાઈ લીંબાસીયા, મોહનભાઈ ગોહેલ, સુરેશભાઈ કોટડીયા, જીતુભાઈ લીંબાસીયા, ગોબરભાઈ દોંગા, ધીરુભાઈ દોંગા, રમેશભાઈ દોંગા, સુરેશભાઈ દોંગા, ચંદુભાઈ ચાંદીવાળા, હિતેશભાઈ આસોદરીયા, મુકેશભાઈ વસોયા, હરેશભાઈ આહુજા, સમીરભાઈ કાપડીયા, જીજ્ઞેશભાઈ ટીંબડીયા, આકાશ પી. દોંગા, મહેન્દ્રભાઈ કોઠારી, અલ્પેશભાઈ ભંડેરી, મૌલીકભાઈ રવાણી, જયસુખભાઈ પટોળીયા, જયભાઈ પટેલ, રાજુભાઈ દોંગા, પ્રતિકભાઈ મોણપરા, ભાર્ગવભાઈ કે. પટેલ, પ્રતિક એ. રામાણી, કમલેશભાઈ દોંગા, મહેશભાઈ દોંગા, પ્રશાંત દોંગા, પિયુષભાઈ લાવડીયા, આશિષભાઈ વેકરીયા, નિરવભાઈ પાટડીયા, મહેશભાઈ ડોડીયા, સુરેશભાઈ સાવલીયા તેમજ કેદારનાથ યુવા ગ્રુપ અને નામી અનામી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ ભુવા પરસોતમભાઈ એન. દોંગા, નાથાભાઈ ટીંબડીયા, હરેશભાઈ મોણપરા, વિજયભાઈ જાદવે ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત
લીધી હતી.