ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા તાજેતરમાં ઓપરેશન સિંદૂર અનુસંધાનમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન શિબિરમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. અનેક લોકો રક્તદાન કરવા લાઈનમાં ઉભા હતા. ભારતમાતાના પૂજન અને સૈન્ય શક્તિને બિરદાવતાં લોકોમાં પણ અનેરો જુસ્સો જોવા મળ્યો હતો.
- Advertisement -
આ તકે બાલાજી મંદિર વિવેકસાગર સ્વામી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કોર્પોરેટરો નેહલભાઈ શુક્લ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ચેતનભાઈ રામાણી, બક્ષીપંચ મોરચો જે. પી. ધામેચા, રાજેશભાઈ સોલંકી, અક્ષય અજાગીયા, મામલતદાર એલ. બી. ઝાલા, વોર્ડ પ્રમુખ હસુભાઈ કાચા, વિશાલભાઈ માંડલીયા, અધિવક્તા પ્રમુખ પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, અરુણભાઈ નિર્મળ સાથે અનેક પ્રતિષ્ઠિત અને રાષ્ટ્ર સમર્પિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગ સંયોજક કૌશિકભાઈ ટાંક, મહાનગર સંયોજક પરેશભાઈ ખોખર, સહસંયોજક મયુરભાઈ સોની, આશાબેન ભટી, જયશ્રીબેન ટાંક, સોનલબેન સોમૈયા, જગદીશભાઈ ગજ્જર, સુરેશભાઈ કટારીયા, જીજ્ઞેશ રામાવત અને મીડિયા ઈન્ચાર્જ ધ્રુવભાઈ કુડલ સાથે અનેક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.