ગઢકા તાલુકા શાળા ખાતે મંજૂર થયેલા આઠ રૂમનું ખાતમુહુર્ત કરાવતા: જિ.પં. પ્રમુખ ભુપતભાઈ બોદર
રાજકોટ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત 65 શાળાઓને પસંદ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ શાળાઓને સરકાર દ્વારા કુલ 30 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે જે અંતર્ગત ગઢકા તાલુકા શાળા ખાતે રૂપિયા 94 લાખના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત મંજૂર થયેલ આઠ રૂમનું ખાતમુહૂર્ત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે કર્યું હતું.
- Advertisement -
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશનના અમલીકરણમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી સિદ્ધિ છે.ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે કે જેણે સરકારી શાળાઓ અને સરકારી ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી છે.અત્યારસુધી ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા, તેને સમજવા માટે દેશના શિક્ષણ મંત્રાલયના સચિવ, સીબીએસઈના અધ્યક્ષ, નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ તેમજ અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યો આવી ચૂક્યા છે જે ગુજરાત માટે એક મોટી સિદ્ધિ સમાન છે.
ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય ગંગાબેન બથવાર, ગઢકા સરપંચ કીર્તિબેન બથવાર, કેયુરભાઈ ઢોલરીયા શૈલેષભાઈ ગઢીયા રસિકભાઈ ખૂટ સંદીપભાઈ રામાણી, અશોકભાઇ કલોલા, રમેશભાઈ વશરામભાઇ કલોલા, પ્રવિણભાઇ મોહનભાઈ કલોલા, ગીરધર ભાઇ કલોલા,બાબુભાઈ મોલિયા,છગનભાઈ સખીયા, સ્થાનિક આગેવાનો તથા સવસાણી દિનેશભાઈ ધનજીભાઈ,સંતોકી ગીતાબેન નરસીભાઈ,ખીરા મૃગેશભાઈ જી.,કાથરોટિયા મનીષાબેન ટી.,ડોબરિયા સોનલબેન એમ.,રંગાણી શિલ્પાબેન એસ. શાળાસ્ટાફ ગણની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું