માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા યાત્રામાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.તેમજ માણાવદરનાં લોકપ્રિય ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા સહિતનાં રાજકીય લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતાં. જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા લહેરાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. દરેક ઘર પર તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવવામાં આવશે. આ કાર્યક્રમનાં ભાગરૂપે ઠેરઠરે તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. મેંદરડામાં આજે ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. તેમજ માણાવદર વિધાનસભા બેઠકનાં લોકપ્રિય અને લાડીલા ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા તિરંગા યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રામાં સંતો,મહંતો,રાજકીય આગેવાનો સહિતનાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતાં.