800 કરતા વધુ નાગરિકોએ શપથ થકી સિંહોનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
ગીર સોમનાથ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે વેરાવળ શહેરની શાળાના કુલ 800 વિદ્યાર્થીઓને સાથે લઈ અને મહારેલી યોજાઈ હતી. આ રેલી સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળથી નગરપાલિકા, ટાવર ચોક, પ્રાંત ઓફિસથી થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સરકારી બોય્ઝ હાઇસ્કુલ ખાતે સમાપન થયું હતું.
- Advertisement -
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સિંહ એ ગીરની અમૂલ્ય ધરોહર છે. માનવ સાથે સિંહનું ઐક્ય જળવાઈ રહે તેવા સહિયારા પ્રયત્ન થકી પ્રાકૃતિક સહજીવનનું સંવર્ધન કરવાનો સહિયારો પ્રયત્ન છે. ગીરના સિંહ એ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. ગુજરાત એ એશિયાટિક સિંહોના રહેઠાણ માટે સુરક્ષિત બન્યું છે.