ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ ગિરનાર રોડ પર આવેલ અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદીરે વર્ષોની પરંપરા મુજબ તા.21 જુલાઈ રવીવારે અષાઢી પૂનમ ગુરુપૂર્ણિમાના પાવન પર્વે વાઘેશ્વરી માતાજીના પાટોત્સવનો દિવસ હોઈ જેથી માતાજીના મંદિરે વેહલી સવારથી મંગળા આરતી, શૃગાંર દર્શન અને માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 5 વાગ્યે યજ્ઞનું બીડું હોમાશે.
- Advertisement -
વાઘેશ્વરી માતાજી મંદિર પરીસરમાં માતાજીના બેઠા ગરબાનું આયોજન સાંજે 5:30 થી 7:30 સુધી રાખવામાં આવ્યું છે.આ ગુરુપૂર્ણિમાના દિવસે દર્શનાર્થીઓ અને માઇ ભક્તોને યજ્ઞનો લાભ વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા અને વિજયભાઈ કીકાણી તેમજ રમીલાબેન વેડીયાની એક યાદીમાં જણાવ્યું છે.તો આ ધાર્મિક પ્રસંગે સૌ ધર્મપ્રેમી લોકો જોડાય તેમ નિમંત્રણ પાઠવાયું છે.