ગીર કાંઠે નેહડો આઈ રૂપલ કરે શિક્ષણ સેવાના કામ..
આવી લવલી ચૈત્રી નવરાત્રી આવો માનવીયુ રૂપલધામ
રૂપલ ધામ ખાતે ભવ્ય રીતે ઉજવણીનું આયોજન, નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા શ્રીમદ્દેવી ભાગવત કથા, તૃતિય લગ્ન મહોત્સવ, સોનલ વિદ્યાભવનનું કરાશે લોકાર્પણ, રાસ ગરબા અને ભજનની બોલશે રમઝટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વિસાવદર, તા.8
આગામી તારીખ 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિસાવદર તાલુકાના રામપરા રુપલ માં ના સાનિધ્યમાં નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામપુરા રુપલ ધામ ખાતે નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ દેવી ભાગવત કથા પાટોત્સવ અંતર્ગત તૃતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મહામંડલેશ્વર 1008 દેવી ભાગવતના વક્તા તરીકે કંકેશ્વરી દેવીજી કથા નું રસપાન કરાવશે. રામપરા રૂપલ ધામ ખાતે તારીખ 9/4/2024 થી 17/4/2024 સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…
શ્રદ્ધા ,શિક્ષણ અને સેવામાં હંમેશા રૂપલ માં હંમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે રુપલ ધામ ખાતે અંધશ્રદ્ધા ને ક્યારેય કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. વરસ દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુ રૂપલ માંના દર્શન કરવા આવે છે ત્યારે જે રીતે મઢડા ગામ થી સોનલ મા એ શિક્ષણને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેવી જ રીતે રામપરા ખાતે રૂપલમાએ વિદ્યાભવન નું નિર્માણ કર્યું છે.ગીરના કાંઠા નજીક ખૂબ ઓછી વસ્તી ધરાવતું રામપુરા ગામ આવેલું છે. જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈના ખોળે અને આલસુર આપવાના નેહડે તારીખ 14 8 1990 ને શ્રાવણ વદ આઠમને મંગળવારના રોજ આઈ નાગબાઈ માના ઉપાસક એવા આઈ રુપલમાં જગદંબા સ્વરૂપે જનમ્યા હતા. માત્ર દસ વર્ષની ઉંમરે ચારણ સમાજની પરંપરા મુજબ ચારણોના સાડા ત્રણ પહાડાનું સંમેલન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જે આજે છેલ્લા 24 વર્ષથી અવિરત પણે અન ક્ષેત્ર અને ગૌશાળા કાર્યરત છે… રુપલ ધામ ખાતે કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિ કે ધર્મના નામે ભેદભાવ ક્યારે જોવા મળતો નથી અને આઈમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ સંભાવ રાખે છે. રામપરા રુપલ ધામ ખાતે દર વર્ષે આધ્યાત્મિક પર્વ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે ઘણા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે…..
- Advertisement -
ગિરીશ આપે જણાવ્યું હતું કે થોડો સમય પહેલા જો મઢડા ખાતે મા સોનલ માનું શતાબ્દી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે બાલ્ય કાળમાં સોનલમાંને જોયા છે. ત્યારે રૂપલમાં ની અંદર સોનલ માને જોઈએ છીએ. ચારણની અનેક જગદંબાઓમાં અમે સોનલ માના દર્શન કરીએ છીએ. ચારણો પર હંમેશા જગદંબાની ખૂબ જ કૃપા રહી છે ત્યારે રુપલ ગામ રામપરા ખાતે જે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર છે. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન જે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તે આમંત્રણ પાઠવીએ છીએ. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન જે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કંકેશ્વરી દેવીજીને સાંભળવા તે પણ એક લ્હાવો છે. જ્યારે બનુમા દેહાંત લીધું તે પહેલા અહીં રામપરા આવ્યા હતા અને રૂપલમાએ શિક્ષણ કાર્ય સેવાની જે વાત કરી હતી તે કાર્યને પણ બિરજાવી હતી.
રામપરા રૂપલધામ ખાતેથી રૂપલ માંના સેવક દિગ્વિજય દેસાઈએ જણાવ્યું હતું કે કનકેશ્વરી દેવિજીના કંઠે 9/4/2024 ના શ્રીમદ દેવી ભાગવત કથાનું શરૂઆત થશે જે 17/4/2024 સુધી ચાલશે. 10/4/2024 ના રોજ માં સોનલ વિદ્યા ભવનનું પ્રારંભ કરવામાં આવશે, રૂપલમાં જ્યારે ઘણા વિસ્તારમાં પ્રવાસે જાય છે ત્યારે આર્થિક કારણે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હોય છે. ત્યારે સોનલ માની પણ એવી વિચારધારા હતી કે કોઈપણ સમાજનો સવાગી વિકાસ કરવો હોય તો શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. આ સોનલ માના વિચારોની જ્યોત વધુ પ્રજવલિત થાય તે માટે અહીં રૂપલ મા દ્વારા એક વિદ્યા ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નવદુર્ગા શક્તિપીઠ ની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13 14 અને 15 ના યજ્ઞ અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. લવ થી 16 તારીખ સુધી દરરોજ માતાજીની ચરજો ભેળીયા અને પ્રાચીન રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ છે.
ત્યારે ચૈત્રી નવરાત્રી ના પાવન અવસરે રૂપલધામ રામપરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ સેવકો, ભક્તો ,સાધુ સંતો પધારે તેવું મા રૂ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.