-મોટેરાથી કોબા સહિતના સાત ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રા. પ્રોજેકશન
2036ના ઓલીમ્પીક માટે ભારત બીડીંગ કરવા જઈ રહ્યું છે અને આ માટે અમદાવાદ એ મુખ્ય યજમાન હશે જેમાં અમદાવાદ તથા તેના આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ ગેઈમ માટે તથા ઓલિમ્પીક વિલેજ સહીતની સુવિધાઓ માટે હવે એક વિમાન ઓસ્ટ્રેલિયન આર્કિટેક ફર્મની સેવા લેવામાં આવી રહી છે જે આ ઓલીમ્પીક માટે ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાનો માસ્ટર પ્લાન બનાવશે તથા ‘પોપ્યુલસ’ ને ખાસ રોકવામાં આવી છે.
- Advertisement -
આ ફર્મ વિશ્વ ખેલકુદ મનોરંજન અને સાંસ્કૃતિ ઈવેન્ટ જે ઓલીમ્પીક કક્ષાના હોય તેના ડિઝાઈનીંગમાં ખૂબજ અનુભવી અને લક્ષ્ય ગણાય છે. આ ફર્મના એન્જીનીયર્સ તથા અન્ય નિષ્ણાંતોએ સમગ્ર શહેર તથા આસપાસના ક્ષેત્રનો સર્વે કરી લીધો છે. જેમાં મોટેરા, કોટેશ્વર તથા ચાંદખેડા કોબા અને ઝુંડાલનો સમાવેશ થાય છે.
ટીમ 15 દિવસ રોકાઈ હતી અને હવે માસ્ટરપ્લાન બનાવી સરકારને સુપ્રત કરશે. ઓલિમ્પિક માટે જે રીતે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂર રહે તેના નિર્માણને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેકટ સાથે જોડી દેવાયા છે જેથી આ પ્રકારના ઈન્ફ્રા પ્રોજેકટ ઓલિમ્પિક પુરો થયા બાદ પણ ઉપયોગી રહે અને તે કાયમી સુવિધાઓ આપે તે ખાસ જોવામાં આવી રહ્યું છે.