10 ગુનાનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના સરકારી હોસ્પિટલ પાસે રોડ ઉપર રિક્ષામા બેસીને વૃધ્ધ જતા હતા. અને તે દરમિયાન વૃધ્ધના ખીસ્સમાંથી રૂપિયા 10,000 હજારની ચોરી કરી નાશી ગયેલ હતા. આ અંગે ફરિયાદી મગનભાઇ નાનજીભાઇ ચૌહાણ ઉ.વ 60 તેઓએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.11193050240520/2024 ઇ.ગ.જ.-2023 ની કલમ 303(2),54,112(બી) મુજબના ગુન્હો નોધી વૃધ્ધના ખીસ્સમાંથી ચોરી કરનાર આરોપીઓને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શનથી વૃધ્ધના ખીસ્સામાંથી રોકડ રૂ.10,000 ની ચોરી કરી નાશી ગયેલ આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્સ આધારે રાજુલા આગરીયા જકાતનાકા પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપી દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી ઉ.વ.22 ધંધો.વેપાર રહે.રાજકોટ,રણુજા મંદીર સામે,લાપાસડી રોડ વેલનાથપરા-2 તા.જી.રાજકોટ, જેનીશ રાજેશભાઇ ચૌહાણ ઉ.વ.21 રહે,રાજકોટ, તથા એક મહિલા ચકુબેન પ્રવીણભાઇ વેકરીયા ઉ.વ.50 રહે.રાજકોટ ત્રણેય રાજકોટના આરોપીઓને રોકડ રકમ રૂ.9100, મોબાઇલ ફોન સહિત ઓટો રિક્ષા સાથે ઝડપી પાડયા હતા. આ ચોરી કરનાર ગેંગ જે પોતાની ઓટો રિક્ષા લઇ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના ધાર્મિક સ્થોળોએ તેમજ બસ સ્ટેશન પાસે તથા ભીડભાડ વાળી જગ્યાઓમા જઇ રિક્ષામા પેસેન્જરને બેસાડી તેના પાસે બેસી આરોપીઓ રિક્ષામા બેસાડેલ પેસેન્જરને સીટમા ધકકા મુકી કરી પેસેન્જરના ખીસ્સમા રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ગુન્હોઓ કરવાની ટેવ ધરાવે છે. ત્યારે રાજુલા પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડી અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરા,પીએસઆઇ એમ.એફ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ પોપટ, હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ વાળા, હેડ કોન્સ. હરેશભાઇ બાંભણીયા, પો.કોન્સ. રવિરાજભાઇ વરૂ તથા ટાઉનબીટના એ.એસ.આઇ રાણાભાઇ વરૂ પો.કોન્સ. પ્રકાશભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવેલ છે.