વિધાનસભામાં મંત્રીએ કહ્યું, હવે 5 હજાર કિ.મી.ની નહેરો બાકી
નહેરોનું બાકી કામ 2025 સુધીમાં જમીન સંપાદન થયેથી પૂર્ણ કરવાનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં નર્મદા યોજનાની 5724.41 કિલોમીટર લંબાઈની નહેરોનું કામ બાકી છે, જે પૈકી વધુ 724.41 કિલોમીટર લંબાઈની નહેરો બાંધવાનું રદ્દ કરવામાં આવ્યું છે, બાકીની 5 હજાર કિલોમીટરની લંબાઈની નહેરો 2025 સુધીમાં મિશન મોડ ઉપર જરૂરી જમીનો સંપાદન થયેથી પૂર્ણ કરવાનું આયોજન હોવાની જાહેરાત બુધવારે વિધાનસભામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. જે 724.41 કિલોમીટર લંબાઇની કેનાલો બાંધવાનું રદ્દ કરાયું છે તે કઈ કઈ નહેરો છે તથા કયા કારણોસર રદ્દ કરાઈ છે, તેની કોઈ સ્પષ્ટતા મંત્રી દ્વારા કરાઈ ન હતી. મંત્રીએ જિલ્લાવાર બાકી કેનાલોની જાણકારી આપી હતી, જે પૈકી અમદાવાદ જિલ્લામાં 399 કિલોમીટર લંબાઈની નહેરો બનાવવાનું કાર્ય બાકી હોવાનું જાણાવાયું હતું. મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, નર્મદા યોજનામાં કેવડિયા ડેમ ખાતેના કાર્યરત જળવિદ્યુત મથકો ઉપરાંત કુલ 85.46 મેગાવોટના લઘુ જળ વિદ્યુત મથકો ઊભા કરવાનું આયોજન હતું તે પૈકી 31 ડિસેમ્બર , 2023ની સ્થિતિએ 63.80 મેગાવોટના લઘુ જળવિદ્યુત મથકો તૈયાર થાય છે અને બાકી મથકો જૂન-2024 સુધીમાં તૈયાર કરવાનું આયોજન છે.