આંખો અંજાઈ જાય એવો અંબાજી મંદિરનો શણગાર: 2 દિવસમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યાં, મંદિરને 1 કરોડની આવક
ખાસ-ખબર સંવાદદાતા
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનીકુંભનો માહોલ સર્જાયો છે. મા અંબાની શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માનાં ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન થઇ પોકારી ઊઠે બોલ માડી અંબે જય જય અંબે. તો મેળાના બીજા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ માતાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. ભાદરવી પૂનમના મહામેળાના 2 દિવસમાં જ 7.43 લાખ માઈભક્તોએ માતાજીનાં દર્શન કર્યાં હતાં. ભાદરવી પૂનમના મહામેળાના 2 દિવસમાં અંબાજી મંદિરને 1 કરોડથી વધુની આવક થઈ છે. જેમાં 66 લાખનો તો પ્રસાદ વેચાયો છે. તેમજ ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, ધાર્મિક સાહિત્ય કેન્દ્રમાંથી 37 લાખ જેટલી આવક થઈ છે. આ ઉપરાંત 11 ગ્રામ સોનાનું દાન પણ માઈભક્ત દ્વારા કરાયું છે. અંબાજી મંદિરમાં 2 દિવસમાં 7.43 લાખ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં..#AmbajiTemple pic.twitter.com/Fgw8cc7EPT
— Harsh Sanghavi (@sanghaviharsh) September 24, 2023
- Advertisement -
રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર દૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માનાં દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે. જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદૃશ્ર્ય થઇ રહી છે.
જય માં અંબે!! #અંબાજીનગર #ગુજરાત
Annual Bhadarvi Poonam Maha Mela in pilgrim town Ambaji in the Banaskantha district of North Gujarat will be held from 23rd to 29th September this year.
Bhadarvi Punam Maha Mela is held every year in Ambaji in the Gujarati calendar month of… pic.twitter.com/YZHeTmSPa3
— Harsh Sanghavi (@sanghaviharsh) September 23, 2023
સુવર્ણજડિત મંદિર અવનવી રોશનીના શણગારથી દૈદિપ્યમાન
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા મા અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે.