ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.6
રાજુલા શહેરમાં અમરેલી જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા લોકસભા ચૂંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમા લોકસભાની ચૂંટણીના મતદાનને લઇ હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણીને લઇ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઇ હતી. આ ફ્લેગ માર્ચમાં એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામા પોલીસ કાફલો જોડાયો હતો.
- Advertisement -
ખાસ કરીને જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા 7 મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આ લોકશાહીના પર્વમાં નાગરીકો વધુમા વધુ મતદાન કરી પોતાના મતઅધિકારનો ઉપયોગ કરે તે માટે અવશ્ય મતદાન કરવા અપીલ કરવામા આવી હતી.