પાંચ ટીપરવાન બળીને ખાખ: લાખોનું નુકસાન : બેદરકારી કોની?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે, કહેવાતા એવા રાજકોટ સ્માર્ટ સીટીમાં ટીપરવાન ખખડધજ હાલતમાં ફરે છે. કચરો એટલી હદે ભરેલો હોય છે કે રોડ પર કચરો પડતો હોય છે. આ ઉપરાંત સમયસર ટીપરવાનની સર્વિસ થતી ન હોવાથી ટીપરવાનમાં આગ લાગવાની અને અકસ્માત સર્જાવાની ઘટના ઘટે છે છતાં પણ મનપા તંત્રના પેટનું પાણી હલતું નથી.વધુમાં મનપા તંત્ર ખોટા ખર્ચ કરે છે પરંતુ ટીપરવાનમાં સમયસર સર્વિસ કરતાં તંત્રને શું જોર આવે છે? આવી જ એક એવી ઘટના ઘટી છે. સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં આવેલા ટીપરવાનના ગોડાઉનમાં. ગઈકાલે મોડી રાત્રે સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં આવેલ ટીપરવાનના ગોડાઉનમાં એક ટીપરવાન સળગી ઉઠી હતી.
- Advertisement -
જેના કારણે તેની બાજુમાં પડેલી બીજી પાંચ ટીપરવાન સળગી જતાં આશરે 10 લાખનું નુકસાન થવા પામ્યું હતું. તો આ ખર્ચ કોના નાગરીકોની કેડ પર જ આવશે? તંત્ર દ્વારા સમયસર સર્વિસ થતી નથી, બ્રેક પણ ટીપરવાનમાં લાગતી નથી જેના કારણે આવા અનેક મોટા નુકસાનો થાય છે.



