ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદમાં મોડીરાતે આગ લાગવાની ધટના બની હતી. જાફરાબાદ શહેરના મોટા ઉચાણીયા વિસ્તારમાં નજીક ત્રણ માળના રહેણાંકી મકાનમાં આગ લાગી હતી. અને રાત્રીના સમયે કોઇ કારણોસર આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.
- Advertisement -
થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને લોકોના ટોળેટોળા એકઠા થયાં હતા. આ ધટનાની પગલે સ્થાનિકોએ ખાનગી કંપનીના ફાયર વિભાગની ટીમને બોલાવી અને આગ પર પાણીની મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ધટનાના કોઇ જાનહાની થઇ ન હતી. અને આગ લાગવાનુ કારણ અંકબંધ. આગ લાગતા મકાનમાં લાખો રૂપિયાનુ નુકસાન થયુ હતું.