50 વાહનો બળીને થયા ખાખ
- અમદાવાદના ગોતા વિસ્તારમાં આગનો બનાવ
- એએમસી સંચાલિત પાર્કિંગ સેન્ટરમાં 50 વાહનો બળીને થયા ખાખ
- ગોતાબ્રીજ પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
અમદાવાદના ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો છે. પાર્કિંગમાં પાર્ક કરેલા 50 થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. આગજનીને કારણે લોકોમાં ભય અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાને કારણે ગોતા બ્રીજ પર મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થવાની પરિસ્થિતિ સર્જાય હતી. અચાનક બનેલી ઘટનાને કારણે વાહનચાલકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો.
આગજનીની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.