બંને પરિવારના સભ્યોએ સામસામે કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
પાટડીના સાવડા ખાતે રહેતા બે પરિવારો વચ્ચે મજૂર લઇ જવા બાબતે માથાકુટ થતા બંને પરિવારો સામસામે આવી જતા ધીંગાણું ખેલાયું હતું આ માથાકૂટમાં બંને પરિવારના સભ્યો દ્વારા એક બીજા સામે કુલ પાચ ઈસમો વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં કનુભાઈ દાનાભાઈ પરમાર તથા તેઓના પત્ની રેતી ભરવા માટે મજૂરોને લઈને જતા હોય તેવા સમયે પોતાના મજૂરોને લઈ ગયા હોય જે અંગે માથાકુટ કરી રામાભાઈ ભીમાભાઇ પરમાર, કંકુબેન રામાભાઈ પરમાર, વિમલ રામાભાઈ પરમાર દ્વારા લાકડી વડે માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે આ તરફ કંકુબેન રામાભાઈ પરમારના પતિ ઘર નજીક ઊભા હોય તેવા સમયે કનુભાઈ દાનાભાઈ પરમાર અને ચંપાબેન કનુભાઈ પરમાર હાથમાં પાવડા વડે હુમલો કરી પતિ પત્ની બંનેને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસ દ્વારા બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.