ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના લેવાના હોટલમાં સોમવારે સવારે આગ લાગી ગઈ હતી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના લેવાના હોટલમાં સોમવારે સવારે આગ લાગી ગઈ હતી. આ હોટલ હઝરતગંજમાં આવેલી છે. આ આગમાં કેટલાય લોકો ચપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે. આગને ઠારવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી રહી છે. બારી તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હોટલમાં ફસાયેલા અમુક લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
- Advertisement -
#UPDATE | UP: Firefighting & rescue operations underway at Hotel Levana in Hazratganj, Lucknow where a fire broke out this morning. Three ambulances & fire tenders are present at the spot
Security personnel wear an oxygen mask to enter the hotel to evacuate people stuck inside. pic.twitter.com/78wUNBc6SF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022
- Advertisement -
ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે આગ ઠારવાનું કામમાં લાગી ગઈ છે. હાલમાં એ જાણવા નથી મળ્યું કે, આગ કેવી રીતે લાગી. હોટલની બારીના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગની ચપેટમાં આવેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત લખનઉ પોલીસના ટોપ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે. કહેવાય છે કે આગ આજે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું અને રુમમાં ધુમાડાના ગોટા થવા લાગ્યા હતા. લોકોના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. ઘટનાસ્થળ પર ફાયરની ગાડીઓ પહોંચી અને મહામહેનતે બારીના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.



