મહેંદી રસમ મંડપ મુહૂર્ત, હલ્દી રસમ સાથે મુંબઈના મ્યુઝિકલ નાઈટ સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એસ.પી. ગોડા (સીએફર્મ) તથા પી.જે. ગોડા (લોફર્મ)ના શ્રી ચંદ્રેશભાઈ પી. ગોડા તથા મોનાબહેનના સુપુત્ર ચિ. ભવ્યના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ પલ્લવીબહેન તથા અમીતભાઈ ધાબલિયાની
સુુપુત્રી ચિ. આશિ સાથે તા. 23-11-2025 રવિવારના શુભમુહૂર્તે હોટલ સીઝન્સ કાલાવડ રોડ રાજકોટ ખાતે નિર્ધાયા છે.
આ શુભલગ્ન માંગલ્ય પ્રસંગે આજે તા. 21 ને શુક્રવારે મહેંદી તેમજ ચૂંદડી સેરેમની સાંજે પાંચ વાગ્યે તેમજ રાત્રે 8-00 વાગ્યે મુંબઈના પ્રખ્યાત ઓરકેસ્ટ્રા વજાહત હસન સહિત 11 કલાકારો સાથે સુફી
- Advertisement -
નાઈટમાં જમાવટ કરશે જ્યારે તા. 22 ને શનિવારે સવારે 8-00 કલાકે મંડપ મુહૂર્ત તેમજ સવારે 11-00 કલાકે હલદી રસમનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે તા. 22ના રાત્રે 7 કલાકે બોલીવુડના કલાકારો હર્ષીત ચૌહાણ તેમના ચુનંદા 13 કલાકારો સાથે ગીત-સંગીતની સુરાવલીઓ લહેરાવશે. આ બધા કાર્યક્રમો હોટલ સીઝન્ટના પેવેલીયન લોન ગાર્ડનમાં યોજાયા છે.
તા. 23 ને રવિવારે બપોરે 3-30 વાગ્યે જાનપ્રસ્થાન થયા બાદ સાંજે 6 વાગ્યાના શુભમુહૂર્તે હસ્તમેળાપ રાત્રે 8 કલાકે ભોજન સમારોહ યોજાશે.
આ શુભ પ્રસંગે ગોડા પરિવારના શ્રી વિરેશભાઈ પી. ગોડા તથા હરેનભાઈ પી. ગોડા સહિત પરિવારના સભ્યો મહેમાનોના સત્કાર માટે ભારે ઉત્સાહિત છે.



