દવાના જથ્થા સાથે 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે વગર કોઇ મેડીકલ ડીગ્રીએ પ્રેક્ટીસ કરતા અને ધોરણ 12 પાસ કરેલ ઇસમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફને મળતા પ્લાસવા ગામે તપાસ કરતા નકલી ડોક્ટર હોવાનું સામે આવતા ઈદ્રીશ ઇસ્માઇલભાઇ પોલાદીયાને ઝડપી ધોરણસર કાર્યવાહી કરી છે.
- Advertisement -
પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના નવાઘાંચી વાડા પાસે રહેતો ઈદ્રીશ ઇસ્માઇલભાઇ પોલાદીયા નામનો ઈસમ પ્લાસવા ગામે મેલડીમાની ગારી પાસે મકાનમાાં આવેલ એક દુકાનમાં દવાખાનુ ખોલી ડોક્ટરની કોઇ ડીગ્રી વગર તેમજ વગર લાયસન્સે લોકોનું આરોગ્ય જોખમાય અને લોકોની જીંદગી સાથે ખિલાવડ કરતા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે દવાખાનામાં રાખેલ એલોપેથી દવાઓ જેવી કે એન્ટીબાયોટીક્સ, સ્ટીરોઇડ નવગેરેનો જથ્થો કબ્જે કર્યો છે.આ ઝડપાયેલ નકલી ડોક્ટર પાસેથી કુલ અલગ અલગ એલોપેથી દવાનો કુલ જથ્થો કિમંત રૂ.47,368 સાથે રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.64,628નો મુદામાલ કબ્જે કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનોહ નોંધી પોલીસે વધુ તપાસ હાથધરી છે.