ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તેે સ્વચ્છ ભારત મિશનની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
કેન્દ્ર તથા રાજય સરકારશ્રીના સ્વચ્છતા અંગેના અભિગમ, અભિયાન અને આગ્રહને સુલક્ષમાં લઈ આગામી રજી ઓકટોબર એટલે કે, રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમીતે તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા.17/9/2024 થી તા.31/10/2024 સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. “સ્વચ્છતા હિ સેવા-2024” અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે આવેલ રેલ્વે ટ્રેક, બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.તેમજ ટાઉન હોલ ખાતે શહેરીજનોના તથા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સર્વ રોગ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ તથા શહેરીજનોને જરૂરીયાતના સમયે બ્લડ મળી રહે તેવા આશયથી રેડ ક્રોસ,આઝાદ ચોક ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
જેમાં મનપા અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ લોકોની વધુ અવર જવર રહેતા જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.ત્યાર બાદ આગામી દિવસોમાં 31 ઓક્ટોબર સુધી સફાઈ અભિયાન કાર્યરત રહેશે.જેમાં સૌ શહેરીજનોને જોડાવા નાયબ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.