રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 72 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને સમર્થકોનો અભૂતપૂર્વ મેળાવડો જામ્યો હતો. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ સમગ્ર કાર્યાલય પરિસરમાં દિવાળી જેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. યાદી જાહેર થતા જ ઉત્સાહિત કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઢોલ-નગારાના તાલે ઝૂમીને આતશબાજી કરી હતી. ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પક્ષના કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી ઉમેદવારોને ફૂલહાર કરી વધાવ્યા હતા. શહેર ભાજપના ઈતિહાસમાં આ યાદીની જાહેરાત એક ઉત્સવ સમાન બની ગઈ હતી.
રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

You Might Also Like
Follow US
Find US on Social Medias


