ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારાઆયોજિત જુનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઐતિહાસિક ઉપરકોટ ખાતે આજરોજ યોજાય હતી.આ સ્પર્ધામાં જુનાગઢ જિલ્લાના નવ તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં યુવાનોમાં ઉત્સાહ વધારવા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. ઉપરકોટ કિલ્લા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નવ તાલુકાના વીજેતા થયેલ સ્પર્ધકોએ અદભુત સૂર્ય નમસ્કાર કર્યા હતા ત્યારે તેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ

Follow US
Find US on Social Medias