400થી વધુ પશુપાલકોએ મેળવ્યો લાભ
ખાસ-ખબર સંવાદદાતા
વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે ખેડૂતો-પશુપાલકોને માહિતગાર કરાયાં આ શિબિરમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષતામાં કેશોદ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેનો 400થી વધુ પશુપાલકો-ખેડૂતોએ લાભ લીધો હતો. આ શિબરમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દેવાભાઇ માલમ એ જણાવ્યું કે, વ્યવસાયિક ધોરણે પશુપાલન અપનાવવાની સાથે નફા-નુકશાનની ગણતરી સાથે પશુપાલનના ધંધામાં આગળ વધવા જોઈએ.
તેમ જણાવતા તેમણે કહ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારે પશુપાલકો ખેડૂતો આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વૃદ્ધિ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આ યોજનાઓનો લાભ મેળવવાની સાથે જ ખેડૂતો-પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે થતું પશુપાલન અપનાવે તે ખૂબ જરૂરી છે.